ચંદ્રગ્રહણ બાદ રાશિ મુજબ કરો દાન, મળશે અપાર સફળતા

ભારતમાં 27 જૂલાઇથી 28 જૂલાઇ સુધી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગવા જઇ રહ્યુ છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 વાગ્યેથી લઈને સવારે 3 વાગ્યા સુધી લાગશે, જે 1 કલાક અને 23 મિનિટ સુધી ચાલશે. ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ દાન કરવું બહુ જરૂરી છે. કળયુગમાં ભગવાનના નામનો જાપ અને દાનની અનંત મહિમા છે. દાનથી કષ્ટ દૂર થાય છે.

ગ્રહણ ઉપરાંત સ્નાન કરીને પૂજા કરો અને બાદમાં દાન કરો. 27 જુલાઈએ રાત્રે 11.54 વાગ્યાથી 28મા જુલાઈએ 3.49 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ હોવાથી 3.49 વાગ્યા પછી જ દાન કરી મંદિરની મૂર્તિ ગંગાજળથી ધોવી, પછી પૂજા કરીને રાશિ મુજબ દાન કરો. તો આવો જાણીએ કે રાશિ મુજબ કેવી-કેવી વસ્તુઓનું દાન કરવું.

મેષ:
આ રાશિનો સ્વામી મંગળ છે. ઘંઉ અને ગોળનું દાન કરો, જ્યારે ગરીબોમાં અન્ન અને વસ્ત્રનું દાન કરો. મંગળનો સંબંધ લોહી સાથે હોય છે, તો લોહીદાન કરવું વધારે ફાયદાકારક સાબિત થશે. ગાય માતાને રોટલી અને ગોળ ખવડાવવો જોઇએ.

વૃષભ:
આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. કોઈ ગરીબ અંધ વ્યક્તિને અન્ન દાન કરો. સુગંધિત પરફ્યુમ દાન કરો. ચોખા અને ખાંડનું દાન કરો. તમારી ક્ષમતા મુજબ સ્ટીલ કે ચાંદીનો એક ગ્લાસ મંદિરમાં ભેટ ચઢાવો.

મિથુન:
આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. ગાયને પાલક ખવડાવો. મગની દાળનું દાન કરો, કપૂર અને ધૂપ અગરબત્તી દાનમાં આપો. માતાજીને ચાંદીના આભૂષણ ચઢાવો.

કર્ક:
આ રાશિનો સ્વામી ચંદ્રમા છે. ચોખા અને ખાંડ દાન કરો. ગાયને લોટ ખવડાવો. એક ચાંદીનો ચંદ્રમા દાન કરો. મંદિરમાં તાંબાનું પાત્ર દાન કરો. એક તાંબાનો લોટો અને ગ્લાસ ચમચી સહિત મંદિરમાં દાન આપો.

સિંહ:
આ રાશિનો સ્વામી સૂર્ય છે. ઘઉં અને ગોળનું દાન કરો. મંદિરમાં એક તામ્રપાત્રનું દાન કરવું. રક્તદાન કરો. ધાર્મિક પુસ્તકો વહોંચો. શિક્ષામાં ઉન્નતી માટે ગરીબ બાળકોમાં પુસ્તક અને પેનનું વિતરણ કરો.

કન્યા:
આ રાશિનો સ્વામી બુધ છે. મગની દાળનું દાન કરવું. દેવી માતાના મંદિરમાં કપૂરનું દાન કરવું. ગરીબોમાં અન્ન અને ખાસ કરીને વસ્ત્રનું દાન કરો. ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી પણ લાભ થશે.

તુલા:
આ રાશિનો સ્વામી શુક્ર છે. પરફ્યુમ અને સુગંધિત અગરબત્તી મંદિરમાં દાન કરો. શ્રી સૂક્તનું પુસ્તક માતા લક્ષ્મીના મંદિરમાં ભેટ આપો.

વૃશ્ચિક:
આ રાશિનો સ્વામી મંગળ છે. ગુરુ તમારો મિત્ર છે. તામ્રપાત્રનું દાન તમારા યશ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. રક્તદાન કરવું.

ધન:
આ રાશિનો સ્વામી ગુરુ છે. પીળા રંગનું વસ્ત્ર દાન કરો. ચણાની દાળ અને હળદરનું દાન કરો. ધાર્મિક પુસ્તકનું દાન શિક્ષામાં પ્રગતિ માટે આવશ્યક છે.

મકર:
આ રાશિનો સ્વામી શનિ છે. તલ, તેલનું દાન જરૂર કરવું. શ્રી હનુમાનજીના મંદિરે લાલ ચોલો ચઢાવો. ગરીબોને ભોજન કરાવો.

કુંભ:
આ રાશિનો સ્વામી શનિ છે. તલનું દાન કરો. શનિ મંદિરમાં તલ ચઢાવો. લોઢાના પાત્ર દાનમાં આપો. ગરીબોમાં અન્ન અને વસ્ત્રનું દાન કરો.

મીન:
આ રાશિનો સ્વામી ગુરુ છે. ધાર્મિક પુસ્તકનું દાન તમારી પ્રગતિમાં સહાયક રહેશે. ગરીબ બાળકોમાં ફળ, પુસ્તક અને પેનનું વિતરણ કરો. ચણાની દાળનું દાન કરવું.
Share this article