શું તમે જાણો છો જીવનમાં સફળતા અપાવી શકે છે આ વસ્તુઓ જાણો અહીં

ગરુડપુરાણ મુજબ આપણી પરંપરાઓમાં 6 વસ્તુઓ એવી છે જે જીવનને સુખી બનાવે છે. ભગવાન વિષ્ણુ, તુલસી અને ગંગા સિવાય અન્ય એવી વસ્તુઓ છે જે આપણાં જીવનને સફળ અને ખુશીઓથી ભરી દે છે.

શ્લોકઃ-

विष्णुरेकादशी गंगा तुलसीविप्रधेवनः।
असारे दुर्गसंसारे षट्पदी मुक्तिदायिनी।। (ગરુડપુરાણ)


# ભગવાન વિષ્ણુ

ગરુડપુરાણ મુજબ, ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુઃખો ખતમ કરીને તેમના જીવનમાં સુખ-શાંતિ પ્રદાન કરે છે. જે મનુષ્ય રોજ પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના સાથે કરે છે તેને દરેક કામમાં સફળતા મળી શકે છે. ધ્યાન રાખો ભગવાનની પૂજા કરતા પહેલા સ્નાન વગેરે કરીને શુદ્ધ થઈ જાઓ.

# એકાદશી વ્રત
ગ્રંથો અને પુરાણોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરાણો મુજબ, જે મનુષ્ય દરેક એકાદશીના સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે વ્રત રાખે છે તેને ચોક્કસ જ તેનું શુભ ફળ મળે છે. એકાદશીના દિવસે જુગાર રમવો, દારૂ પીવી, હિંસા કરવી વગેરે કામ વર્જિત છે. એટલે એકાદશી પર વ્રત કરવાની સાથે જ આ કામથી દૂર રહો.

# ગંગા નદી
ગંગા નદીને તમામ નદીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બધાએ ગંગા નદીને દેવ તુલ્ય માની કાયમ તેની પૂજા-અર્ચના કરવી જોઈએ. કોઈ પણ રૂપમાં ગંગાનું અપમાન ન કરવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખનારા મનુષ્ય ચોક્કસ દરેક કામમાં સફળતા મેળવે છે.

# તુલસી
તુલસી ભગવાનનું જ એક રૂપ છે. તુલસીને તમારા ઘરમાં વાવવી, રોજ જળ ચઢાવવું અને તેની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. બધાએ દરરોજ ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસી રાખવી જોઈએ અને વિષ્ણુ પૂજા પછી તુલસી પૂજા કરવી જોઈએ.

# પંડિત અથવા જ્ઞાની
પંડિતો અથવા જ્ઞાની મનુષ્યને સન્માન પાત્ર સમજવું જોઈએ. ઘણા લોકો તેમનો મજાક ઉડાવતા હોય છે, જે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. જે મનુષ્ય જ્ઞાની લોકોનું સન્માન કરે છે અને તેમની જણાવેલી વાતોનું પાલન કરે છે તે દરેક પરેશાનીનો સામનો સરળતાથી કરી લે છે અને દરેક કામમાં સફળ થાય છે.

# ગાય
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયના શરીરના જુદા-જુદા ભાગમાં તમામ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયને દેવ તુલ્ય માનીને તેની પૂજા-અર્ચના કરે છે તેની તમામ પરેશાનીઓનો અંત થઈ જાય છે. સાથે જ ગાયની પૂજા કરવા અને તેને ભોજન કરાવવાથી મનુષ્યને જાણતા-અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળે છે.
Share this article