17 વર્ષ પછી ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક સાથે, જાણો અહીં કઈ રાશિઓ માટે ફળદાયી

27 જુલાઇના શુક્રવારની રાત્રિએ ચંદ્રગ્રહણની ખગોળિય ઘટનાને લઇને વૈજ્ઞાનિકો, લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ જ દિવસે હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતું ગુરુપૂર્ણિમા પર્વ પણ હોય ઉજવણીને લઇને અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, આ જ પ્રકારનો ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો સંયોગ 17 વર્ષ પહેલા જોવા મળ્યો હતો. 5 જુલાઇ 2001ના ગુરુવારે પણ ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક સાથે આવ્યા હતા. તેમાં ચાલુ વર્ષે શુક્રવારે થનારું ચંદ્રગ્રહણ 4 રાશિઓ માટે ફળદાયી સાબિત થશે.

# ચાલુ વર્ષે 29 દિવસના સમયગાળામાં 3 ગ્રહણને લઇને જ્યોતિષશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જેમાં 27મીના શુક્રવારે રાત્રિએ મકર રાશિમાં થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારત સહિત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દી મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે.

# 3.55 કલાકના લાંબા ચંદ્રગ્રહણનો ભૂમંડળે સ્પર્શ શુક્રવારે રાત્રિએ 11.54 કલાકે થશે. જ્યારે મધ્ય મોડી રાત્રિએ 1.52 અને મોક્ષ વહેલી સવારે 3.49 વાગ્યાનો રહેશે.

# શાસ્ત્રો પ્રમાણે, ગ્રહણના વેધ દરમિયાન ભોજન બનાવવું કે ભોજન કરવું નહીં. વાળ કે નખ કપાય નહીં. જાનવર કે પંખીને ખાવાનું ખવડાવવું.

# પાઠ-મંત્ર જાપ કરવા પુણ્યકારક ગણાય છે. આ સમયમાં કરેલા દાનનું અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ખૂબ ઓછા સમયમાં મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે.

# શુક્રવારે રાત્રિના બીજા પ્રહરમાં ગ્રહણ હોવાથી 3 પ્રહર પહેલાનો એટલે કે શુક્રવારે બપોરે 12.45થી વેધ લાગશે.

# વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓએ સાંજે 5 વાગ્યાથી ગ્રહણનો વેધ પાળવો. વેધ 28મીના સવારે 3.48 વાગ્યે પૂરો થશે.

# શુક્રવારનંગ આ ખગ્રાસ ચંદ્રગ્રહણ મેષ, સિંહ, વૃશ્વિક, મીન રાશિ માટે શુભ ફળ આપશે. જ્યારે વૃષભ, કર્ક, કન્યા, ધન માટે મિશ્ર અને મિથુન, તુલા, મકર, કુંભ માટે મિશ્ર ફળ આપનારું સાબિત થશે.
Share this article