તમારી જૂની સાડીને આપો નવો લૂક અને તમારી સ્ટાઇલ બદલો

જો તમારી પાસે જૂની સાડીઓનું કલેક્શન વધારે છે. અને તમે તેને દૂર કરવા માટેના મૂડ માં છો તો આમ કરવા ની કોઈ જરૂર નથી, કારણ કે તમે તમારી આ જૂની સાડીઓને પણ એક નવી રૂપ આપીને તેને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. જો તમે ઇચ્છો તો તમે તેમાંથી કુર્તા અથવા દુપટૃો કરી શકો છો. ડિઝાઇનર્સે આ સૂચનો જૂના સાડીના પુનઃઉપયોગ અંગે કર્યા છે.

* જૂની સાડીઓ માંથી તમે ટ્રેન્ડી અનારકલી અથવા કર્તા બનાવી શકો છો. તે પલાઝો સાથે પહેરો.

* જો તમારી પાસે કોઇ જૉજેર્ટ અથવા શિફૉન સાડી હોય, તો તમે તેને શરારા અથવા દુપટૃો બનાવી શકો છો, જે તમે કુર્તી સાથે પહેરી શકો છો.

* સિલ્કની સાડી માંથી તમે તેને દુપટૃો તૈયાર કરી શકો છો અને પ્લેન સોલિડ કલર ધરાવતા કુર્તી સાથે જોડી શકો છો.

* જો તમારી પાસે બનારસસી સાડી છે, તો પછી તમે પૂર્ણ લંબાઈવાળા બૉર્ડરને કાપી કાઢો અને તેને શિફૉન અથવા જૉજેર્ટની સાડી ઉપર લગાવો. જે બચ્યું છે, તેની સાથે તમે કુશન કવર, દુપટૃો અથવા ક્લૉથ બૅગ તૈયાર કરી શકો છો.

* બૉર્ડરથી તમે ઇચ્છતા હોવ તો છોકરીઓના લહેંગામાં, કુર્તી, બેડ રનર્સ તૈયાર કરી શકો છો. અથવા તેની એક વિકલ્પ પડદા પણ છે.

* તમારી પાસે કોઈ બૉર્ડરવાડી સાડી બહુ જૂની થઈ ગઈ છે, તો તે બૉર્ડર તમે બીજી સાડીમાં મુકીને તે સાડીને એક નવી લુક આપો અને તેનો ઉપયોગ કરી શકો છો.

* જૂના સાડીને નવી લૂક આપવા માટે તમે બ્લૂઉઝના બદલે સ્લીવલેસ જેકેટનો ઉપયોગ કરી શકો છો.

* તમે બે જુદી જુદી સાડીઓને અડધા-અડધા ભાગમાં કાપી ઉપયોગ કરી શકો છો અથવા બે વિપરીત દુપટૃો નો ઉપયોગ કરી શકાય છે. તેમને સાડીની જેમ વીંટો. બહેતર લૂક માટે આની સાથે કેટલાક ઇન્ટરેસ્ટિંગ ઘરેણાં પહેરી શકો છો.
Share this article