Advertisement

  • રેસીપી - કોઇપણ સમયે નાસ્તા માટે બનનારી વાનગી બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા

રેસીપી - કોઇપણ સમયે નાસ્તા માટે બનનારી વાનગી બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા

By: Jhanvi Sun, 20 May 2018 10:31 AM

રેસીપી - કોઇપણ સમયે નાસ્તા માટે બનનારી વાનગી બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા

ગળ્યા અથવા નમકીન બનતાં પુડલા, ઢોસા જેવી તવા પર બનનારી વાનગી છે. પ્રસ્તુત છે, બાજરા, ચોખા અને ફણગાવેલા મગના, ઓછા મસાલાવાળા પુડલા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે. ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમયે નાસ્તા માટે બનાવી શકાય છે.

સામગ્રી


ખીરા માટે
૧/૨ કપ બાજરીનો લોટ
૧/૨ કપ ચોખાનો લોટ
૧/૨ કપ તાજું વલોવેલું દહીં
૧/૨ કપ ફણગાવેલા મગ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર

અન્ય સામગ્રી
તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી

વિધિ

ખીરા માટે

1. એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.

2. હવે તેમાં હળદર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.

આગળની રીત

1. એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી, ગરમ કરો.

2. તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમાચા વડે ફેલાવીને ગોળાકાર બનાવો.

3. હવે તેને, થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

4. ઉપર પ્રમાણે, બાકીના ખીરામાંથી બીજા ૧૪ પુડલા બનાવો.

5. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.