Advertisement

  • રેસીપી - ગાજર અને કોથમીરની રોટી

રેસીપી - ગાજર અને કોથમીરની રોટી

By: Jhanvi Sat, 30 June 2018 08:01 AM

રેસીપી - ગાજર અને કોથમીરની રોટી

રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
સામગ્રી

૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ચોખાનો લોટ
૧/૪ કપ સોયાનો લોટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
એક ચપટીભર હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

વિધિ

- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળાકારમાં થોડા સૂકા ચોખાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તરત જ પીરસો.