Advertisement

  • રેસીપી - પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર ક્રીમી સ્પીનચ ટોસ્ટ આજે જ ટ્રાય કરો

રેસીપી - પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર ક્રીમી સ્પીનચ ટોસ્ટ આજે જ ટ્રાય કરો

By: Jhanvi Wed, 11 July 2018 08:28 AM

રેસીપી - પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર ક્રીમી સ્પીનચ ટોસ્ટ આજે જ ટ્રાય કરો

નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે પણ સાથે-સાથે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કૅલ્શિયમ મળે છે જે દીવસભર માટે પર્યાપ્ત છે.
સામગ્રી

૮ ટોસ્ટ કરેલી ઘઉંના બ્રેડની સ્લાઇસ

પાલકના ટોપિંગ માટે

૩ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન લૉ ફેટ માખણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
એક ચપટીભર બેકીંગ સોડા
૧ ટેબલસ્પૂન કોર્નફલોર , ૩/૪ કપ લૉ ફેટ દૂધમાં ઓગાળવું
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ


૮ ટીસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
ટોબેસ્કો સૉસ (વૈકલ્પિક)

વિધિ

પાલકના ટોપિંગ માટે


એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, કાંદા અને મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

હવે તેમાં પાલક અને બેકીંગ સોડા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
હવે તેમાં કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ થોડું જાડું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
ઠંડું થાય પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત

દરેક ટોસ્ટેડ બ્રેડ પર ટોપિંગનો એક ભાગ એકસરખો પાથરી તેની પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૮ થી ૧૦ મિનિટ અથવા કરકરું થઇ જાય ત્યાં સુધી શેકી લો.
દરેક ટોસ્ટને આડા અને ત્રિકોણાકારના ૪ ભાગમાં કાપી તરત જ પીરસો.