Advertisement

  • રેસીપી- નાસ્તા માટે આજે જ બનાવો હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ

રેસીપી- નાસ્તા માટે આજે જ બનાવો હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ

By: Jhanvi Sat, 14 Apr 2018 10:28 AM

રેસીપી- નાસ્તા માટે આજે જ બનાવો હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ

પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સીમલા મરચાં તેને વધુ ખુશ્બુદાર બનાવે છે. આ સૅન્ડવિચ ખાવાથી તમને દિવસભરની તાકાત મળી રહેશે.


સામગ્રી
૧ મધ્યમ કદનું પીળું સીમલા મરચું
૧ મધ્યમ કદનું લાલ સીમલા મરચું
૧ મધ્યમ કદનું લીલું સીમલા મરચું
૮ ઘઉંના બ્રેડની સ્લાઇસ
૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્
૪ મોટા આઇસબર્ગ સલાડના પાન

હર્બ ચીઝ માટે
૩/૪ કપ ખમણેલું લૉ ફેટ પનીર
૧ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી પાર્સલી
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સમારેલી સુઆની ભાજી
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર


પદ્ધતિ

1. હર્બ ચીઝ માટે એક મિક્સરમાં બધી સામગ્રી ભેગી કરી બ્લેન્ડ કરી સુંવાળી પેસ્ટ બનાવો.
2. આ હર્બ ચીઝના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
3. પીળા સીમલા મરચાંને કાંટા વડે કાણા પાડી, તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સમાનરૂપે ચોપડી તેને ગેસની ઝાળમાં બધી બાજુએથી કાળું પડે ત્યાં સુધી શેકી લો.
4. હવે તેને ઠંડું પાડી, ઠંડા પાણીથી ધોઇ નાંખો અને હવે તેના છીલકા, બી અને ડંડી કાઢીને ફેકી દો. હવે તેની પાતળી લાંબી ચીરીઓ કરી બાજુ પર રાખો.
5. હવે લાલ અને લીલા સીમલા મરચાંને રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે પ્રક્રિયા કરી બાજુ પર રાખો.
6. એક બાઉલમાં લાલ, લીલા અને પીળા સીમલા મરચાંની ચીરીઓ, મીઠું અને મિક્સ સૂકા હર્બસ્ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
7. આ સીમલા મરચાંના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પઇ રાખો.