Advertisement

રેસીપી - કંદ-આલૂ પકોડા

By: Jhanvi Tue, 03 July 2018 10:39 PM

રેસીપી - કંદ-આલૂ પકોડા

કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે.

અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો.

સામગ્રી
૧ કપ અર્ધ ઉકાળીને ખમણેલું કંદ
૧ કપ કાચા બટાટા , છોલીને ખમણેલા
૧ ટેબલસ્પૂન આરારૂટનો લોટ
૨ ટીસ્પૂન શેકેલી મગફળીનો પાવડર
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે

લીલી ચટણી

પદ્ધતિ

- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ - પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.