Advertisement

  • રેસીપી - એક સંપૂર્ણ સવારનો નાસ્તો મ્યુસલી આજે જ ઘરે ટ્રાય કરો

રેસીપી - એક સંપૂર્ણ સવારનો નાસ્તો મ્યુસલી આજે જ ઘરે ટ્રાય કરો

By: Jhanvi Sat, 09 June 2018 5:24 PM

રેસીપી - એક સંપૂર્ણ સવારનો નાસ્તો મ્યુસલી આજે જ ઘરે ટ્રાય કરો

અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દૂધ ઉમેરી ખાઇ શકો છો.

સામગ્રી


૧ કપક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૧ ટેબલસ્પૂનસમારેલા અખરોટ
૧ ટેબલસ્પૂનસમારેલી બદામ
૧/૪ ટીસ્પૂનવેનિલાનું ઍસન્સ
૩ ટેબલસ્પૂનકિસમિસ

પીરસવા માટે

૩ કપઠંડુંલૉ ફેટ દૂધ
૧ કપસમારેલા સફરજન
૧ કપસમારેલા કેળા
૩ ટીસ્પૂનસાકર

વિધિએક નૉન-સ્ટીક પૅનમાં ઓટસ્, અખરાટ અને બદામ ભેગી કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો.એકદમ ઠંડું થવા દો. હવે તેમાં વેનિલાનું ઍસન્સ અને કિસમિસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને એક હવાબંધ ડબ્બામાં ભરી દો.પીરસવાના સમયે, ૧/૪ ભાગની મ્યુસલી એક બાઉલમાં કાઢી, તેમા ૧/૪ કપ સફરજન, ૧/૪ કપ કેળા અને ૩/૪ ટીસ્પૂન સાકર ઉમેરો.તેમાં ૩/૪ કપ દૂધ રેડી સારી રીતે મિક્સ કરી લો.રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે, બાકીના ૩ સર્વિંગ બનાવી લો.તરત જ પીરસો.