Advertisement

  • રેસીપી - આજે જ ઘરે ટ્રાય કરો ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા

રેસીપી - આજે જ ઘરે ટ્રાય કરો ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા

By: Jhanvi Wed, 13 June 2018 3:44 PM

રેસીપી - આજે જ ઘરે ટ્રાય કરો ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા

એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.

સામગ્રી


કણિક માટે
૨ ૧/૪ કપ મેંદો
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે

૨ ટેબલસ્પૂન તેલ
૩/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧ ૩/૪ કપ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧ કપ બીન સ્પ્રાઉટસ્
૧ કપ જાડા ખમણેલા ગાજર
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
મેંદો , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે

ચીલી-ગાર્લિક સૉસ

વિધિ

કણિક માટે

- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેને સારી રીતે મિક્સ કરી, થોડા પાણી વડે બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.

- આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

પૂરણ માટે

- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

- તે પછી તેમાં બધા શાક ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.

- તે પછી તેમાં સોયા સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

- આમ તૈયાર થયેલા પૂરણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

- કણિકના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

- કણિકના એક ભાગને ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.

- પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.

- ફરી તેને ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.

- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.

- રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બીજા ૧૧ પરોઠા તૈયાર કરી લો.

- ચીલી-ગાર્લિક સૉસ સાથે તરત જ પીરસો.