Advertisement

  • રેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના સુપ

રેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના સુપ

By: Jhanvi Fri, 13 July 2018 08:09 AM

રેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના સુપ

મોઢામાં પાણી છૂટી જાય એવા આ સુપમાં દાળ અને લીલા શાકભાજી જેવી બે વિવિધ શ્રેણીનું સંયોજન છે, જે તમને અને તમારા બાળકોને તૃપ્ત કરી દે એવું વ્યંજન તૈયાર થાય છે.

આ પાલક-મગની દાળના સુપની રચના અને સ્વાદ જ એવા મજેદાર બને છે કે બાળકોને તે જરૂરથી ખુશ કરી દેશે, અને સાથે-સાથે પાલકમાં રહેલા પોષક તત્વો જેવા કે લોહ, વિટામીન-એ અને ફોલીક એસિડ તથા મગની દાળમાં રહેલા કૅલ્શિયમ, પ્રોટીન અને લોહ તમને પણ ખુશ કરી દેશે.

સામગ્રી


૧/૨ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન લીલી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી

પદ્ધતિ

- એક પ્રેશર કુકરમાં ૩/૪ કપ પાણી સાથે પાલક અને લીલી મગની દાળ મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
-આ મિશ્રણ જ્યારે થોડું ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- તે પછી આ મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- માફકસર ગરમ પીરસો.