Advertisement

  • રેસીપી - સરળ અને પૌષ્ટિક નાસ્તો મગની દાળ અને પનીરના ચીલા

રેસીપી - સરળ અને પૌષ્ટિક નાસ્તો મગની દાળ અને પનીરના ચીલા

By: Jhanvi Thu, 10 May 2018 1:50 PM

રેસીપી - સરળ અને પૌષ્ટિક નાસ્તો મગની દાળ અને પનીરના ચીલા

ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ. આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.

સામગ્રી

૧/૨ કપ પીળી મગની દાળ , ૩ થી ૪ કલાક પલાળીને નીતારેલી
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર હીંગ
બે ચપટીભર સાકર
૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૮ ટેબલસ્પૂન ભૂક્કો કરેલું પનીર
૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ (મરજીયાત)
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

વિધિ

* મિક્સરમાં મગની દાળ અને થોડું પાણી મેળવી સુંવાળું પીસી લો.

* આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં મીઠું, હીંગ, સાકર અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

* એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડીને એક ચમચા જેટલું ખીરૂં સરખી રીતે પાથરી ગોળાકાર બનાવી લો.

* તેની પર ૨ ટેબલસ્પૂન પનીર, ૧ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો છાંટી, હળવે હાથે દબાવી મધ્યમ તાપ પર ૧/૨ ટીસ્પૂન તેલ વડે ચીલો બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.

* આ જ પ્રમાણે રીત ક્રમાંક ૩ અને ૪ વડે બીજા ૩ ચીલા તૈયાર કરો.

* તરત જ પીરસો.