Advertisement

  • રેસીપી- વિટામીન-એ થી ભરપુર એવું સકરટેટી અને ફુદીનાનો રસ

રેસીપી- વિટામીન-એ થી ભરપુર એવું સકરટેટી અને ફુદીનાનો રસ

By: Jhanvi Sat, 07 Apr 2018 1:00 PM

રેસીપી- વિટામીન-એ થી ભરપુર એવું સકરટેટી અને ફુદીનાનો રસ

વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને રોગ પ્રતિરક્ષક શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.

સામગ્રી

૩ કપ મોટા ટુકડા કરીને ઠંડી કરેલી સકરટેટી
૩ ટેબલસ્પૂન ઝીણા સમારીને ઠંડા કરેલા ફૂદીનાના પાન
સજાવવા માટે
ફુદીનાની ડાળખી
પીરસવા માટે
૪ બરફના ટુકડા

વિધિ

* સકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી અને પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

* આ જ્યુસને ૪ ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની ડાળખી વડે સજાવી લો.

* તે પછી દરેક ગ્લાસમાં એક-એક બરફનો ટુકડો નાંખી તરત જ પીરસો.