Advertisement

  • રેસીપી- બનાવો ઐડ્વૈન્સ રેસીપી લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા.

રેસીપી- બનાવો ઐડ્વૈન્સ રેસીપી લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા.

By: Jhanvi Sat, 07 Apr 2018 1:01 PM

રેસીપી- બનાવો ઐડ્વૈન્સ રેસીપી લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા.

આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે. જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.

સામગ્રી

૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન તેલ
૧ કપ નાળિયેરનું દૂધ (૨ ટેબલસ્પૂન કોર્નફ્લોરમાં ઓગાળેલું)
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)


૧ ૧/૨ કપ સમારેલી કોથમીર
૬ મરચાં , મોટા સમારેલા
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદુનો ટુકડો
૧૦ લસણની કળી
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧૦ પાલકના પાન

મેથીના મૂઠીયા માટે

૩ કપ ઝીણા સમારેલા મેથીના પાન
૪ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
એક ચપટીભર હીંગ
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ગરમ તેલ
એક ચપટીભર બેકીંગ સોડા
તેલ , તળવા માટે

વિધિ

* એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં લગભગ ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.

* આ કણિકના ૧૨ સરખા ભાગ પાડીને દરેક ભાગને બન્ને હથેળીની વચ્ચે વાળીને ગોળ ડપકા તૈયાર કરો.

* એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા ડપકા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા કરી બાજુ પર રાખો.

* એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

* પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.

* તે પછી તેમાં નાળિયેરનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ, ૧ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.

* પછી તેમાં લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.

* તાપને બંધ કરી, તેમાં મૂઠીયા ઉમેરી હળવેથી મિક્સ કરી લો.

* તરત જ પીરસો.