Advertisement

  • રેસીપી- બાળકો માટે બનાવો ક્વીક ટમેટો પીઝા

રેસીપી- બાળકો માટે બનાવો ક્વીક ટમેટો પીઝા

By: Jhanvi Fri, 06 Apr 2018 10:01 AM

રેસીપી- બાળકો માટે બનાવો ક્વીક ટમેટો પીઝા

આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.

સામગ્રી

પીઝા સૉસ માટે
૧ ૧/૪ કપ હલકા ઉકાળેલા ટમેટા
૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ટમૅટો કેચપ
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧ ટીસ્પૂન સૂકો લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું , સ્વાદાનુસાર
૨ તૈયાર મળતા પીઝાના રોટલા
૧/૨ કપ પાતળા લાંબા કાપેલા સિમલા મરચાં
૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ

વિધિ

* એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

* તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.

* તે પછી તેમાં હલકા ઉકાળેલા ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

* તે પછી તેમાં ટમૅટો કેચપ, સાકર, ઑરેગાનો, ચીલી ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

* આમ તૈયાર થયેલા સૉસના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

* હવે ૧ પીઝાના રોટલાને સૂકી જગ્યા પર રાખી, તેની પર તૈયાર કરેલા પીઝા સૉસનો ૧ ભાગ પાથરી લો. તે પછી તેની પર ૧/૪ કપ લાંબા કાપેલા સિમલા મરચાં મૂકી ઉપરથી ૧/૨ કપ ખમણેલું ચીઝ સરખી રીતે છાંટી લો.

* રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલો બીજો પીઝા પણ તૈયાર કરી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી નીચેથી પીઝા બરોબર કરકરું થાય ત્યાં સુધી બેક કરી લો.

* આ પીઝાના વેજ કરી તરત જ પીરસો.