Advertisement

  • રેસીપી - ઝટપટ મજેદાર વાનગી પનીર ઇન મંચુરીયન સૉસ

રેસીપી - ઝટપટ મજેદાર વાનગી પનીર ઇન મંચુરીયન સૉસ

By: Jhanvi Wed, 23 May 2018 1:04 PM

રેસીપી - ઝટપટ મજેદાર વાનગી પનીર ઇન મંચુરીયન સૉસ

આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ફ્રાઇડ રાઇસ સાથે ચીલી ગાર્લિક સૉસ અથવા ટમૅટો કેચપ કે પછી વધુ ઉત્સાહ આપે એવી વાનગીનો અનુભવ કરવો હોય તો આ સ્પાઇસી પનીર ઇન મંચુરીયન સૉસ તમારા માટે વધુ અનુકુળ રહેશે. પનીર અને તેની સાથે મેળવેલી અન્ય વસ્તુઓ એવી ઝટપટ મજેદાર વાનગી બનાવે છે કે જીભ પર તેનો સ્વાદ લાંબા સમય સુધી જળવાઇ રહેશે. તીખા અને ખાટ્ટા પણ ચાઇનીઝ સ્ટાઇલના આ સૉસમાં નરમ, સુંવાળા પનીરનું વિરોધાભાષ સ્વાદ એક અતિ યાદગાર વાનગી બનાવે છે.

ઘટકો


૧ કપ સ્લાઇસ કરેલું પનીર
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન સમારેલું આદૂ
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧ ટીસ્પૂન ચીલી-ગાર્લિક સૉસ
૨ ચપટીભર સાકર
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે

ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ

કાર્યવાહી

1. એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.

3. તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, સોયા સૉસ, ચીલી-ગાર્લિક સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

4. છેલ્લે તેમાં પનીર મેળવી હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

5. તરત જ ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ સાથે પીરસો.