Advertisement

રેસીપી - સીઝલીંગ મશરૂમ

By: Jhanvi Wed, 13 June 2018 3:34 PM

રેસીપી - સીઝલીંગ મશરૂમ

મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે પીરસવામાં આવ્યાં છે. જેથી વાનગીમાં રહેલા ફાઇબર અને બીજા પૌષ્ટિક તત્વો વધે છે.

સામગ્રી


૧ કપ જાડા સ્લાઇસ કરેલા મશરૂમ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ પાતળા સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ પાતળા સ્લાઇસ કરેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન સૂકો ઑરેગાનો
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧/૨ ટીસ્પૂન કોર્નફલોર

પીરસવા માટે

૮ ટોસ્ટેડ ઘઉંના બ્રેડ , ત્રિકોણાકારમાં કાપેલા

વિધિ

- એક સીઝલર પ્લેટ અથવા નૉન-સ્ટીક તવાને ખુબજ ગરમ કરો.

- તેના પર તેલ ગરમ કરી, કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.

- હવે તેમાં ટમેટા ઉમેરી, વધુ ૧ મિનિટ સુધી, મધ્યમ તાપ પર સાંતળી લો.

- હવે તેમાં મશરૂમ, મીઠું, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને કોર્નફલોર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.

- પ્લેટને એક લાકડાની ટ્રે પર મૂકી ટોસ્ટેડ ઘઉંના બ્રેડ સાથે તરત જ પીરસો.