Advertisement

  • રેસીપી – પાલકનું રાઇતું

રેસીપી – પાલકનું રાઇતું

By: Jhanvi Tue, 22 May 2018 9:37 PM

રેસીપી – પાલકનું રાઇતું

પાલક અને દહીંનું જોડાણ પૌષ્ટિક ગણાય છે. એટલે આ પાલકના રાઈતાને પણ તેવું ગણી શકાય. મરી અને સાકર આ રાઈતાને સ્વાદીષ્ટ બનાવે છે. જ્યારે મરચાં તેને તીખાશ આપે છે. પાલકને બાફવાથી રાઇતું સહેલાઈથી તૈયાર થાય છે અને પેટ માટે પણ અનુકુળ બને છે.

સામગ્રી

૧/૨ કપ અર્ધ-ઉકાળેલી અને ઝીણી સમારેલી પાલક
૧ ૧/૨ કપ ઘટ્ટ દહીં , જેરી લીધેલી
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચપટીભર સાકર
મીઠું અને કાળા મરીનું તાજું પાવડર , સ્વાદાનુસાર

વિધિ

1. બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમા ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.

2. તે પછી તેને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક રાખી મૂકો.

3. ઠંડુ પીરસો.