Advertisement

  • રેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા

રેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા

By: Jhanvi Fri, 13 July 2018 08:18 AM

રેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા

જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલા દિવસના વધેલા ફણગાવેલા કઠોળ તો વપરાય છે પણ સાથે સાથે મજબૂત બનાવે તેવા શાકભાજી જેવા કે કોબી અને ગાજરની સાથે ચટાકેદાર ચાટ મસાલો પણ વાપરવામાં આવ્યો છે.

સામગ્રી

ઢોસા માટે


૧ કપ આગલા દિવસના વધેલા ફણગાવેલા મગ
૪ ટેબલસ્પૂન ચોખાનો લોટ
મીઠું, સ્વાદાનુસાર

પૂરણ માટે


૧/૨ કપ બાફી , છોલીને મસળેલા બટેટા
૨ ટેબલસ્પૂન ખમણેલા ગાજર
૨ ટેબલસ્પૂન ખમણેલા બીટ
૨ ટેબલસ્પૂન ખમણેલી કોબી
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૨ to ૩ કડી પત્તા
ચપટીભર હળદર
ચપટીભર હીંગ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે

કોથમીર અને લીલી લસણની ચટણી

પદ્ધતિ


ઢોસા માટે

- ફણગાવેલા મગમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
- હવે પેસ્ટને એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો જેના થી ગઠ્ઠા ન રહે. હવે મિશ્રણને ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
- આ મિશ્રણમાં ૧/૪ કપ પાણી ઉમેરો જેથી રેડી શકાય તેવું ખીરૂ બને.

પૂરણ માટે

- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા, હળદર અને હીંગ ઉમેરી તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં બધા શાક, કોથમીર, ચાટ મસાલો અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તૈયાર થયેલ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત


- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને ગોળાકાર બનાવો.
- હવે ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ છાંટી તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે પૂરણનો એક ભાગ ઢોસાના અડધા ભાગ પર પાથરી અને બાકીનો અડધો ભાગ તેની પર વાળી અર્ધગોળાકાર બનાવો.
- હવે બાકીના ૩ ઢોસા રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બનાવી લો.
- કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે તરત જ પીરસો.