Advertisement

રેસીપી - વેજીટેબલ કબાબ

By: Jhanvi Tue, 03 July 2018 10:48 PM

રેસીપી - વેજીટેબલ કબાબ

આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.

સામગ્રી

૨ કપ ખમણેલી દૂધી
૧ ૧/૪ કપ ખમણેલા કાંદા
૧ કપ બાફી , છોલીને છીલેણા બટાટા
૩ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મરચાં
૧ ટીસ્પૂન જીરું
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

મિક્સ કરીને કાંદાનો મસાલા બનાવવા માટે (પીરસવા માટે)

૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
મીઠું , સ્વાદાનુસાર

પદ્ધતિ

- દૂધીમાંથી બધુ પાણી કાઢી ને તેને બાકીની વસ્તુઓ સાથે એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગના ચપટા ગોળાકાર કબાબ તૈયાર કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કબાબ નાંખીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન
- થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર રાખી તેને નીતારી લો.
- જ્યારે કબાબ ગરમ હોય ત્યારે તેને ચમચા વડે દબાવીને તેની પર કાંદાનો મસાલો છાંટી લો.
તરત જ પીરસો.