Advertisement

  • રેસીપી - આજે જ બનાવો ફાઇબર, લોહ અને વિટામીન-બી કોમ્પલેક્સ ધરાવતા આ બેસનના પરોઠા

રેસીપી - આજે જ બનાવો ફાઇબર, લોહ અને વિટામીન-બી કોમ્પલેક્સ ધરાવતા આ બેસનના પરોઠા

By: Jhanvi Wed, 30 May 2018 5:37 PM

રેસીપી - આજે જ બનાવો ફાઇબર, લોહ અને વિટામીન-બી કોમ્પલેક્સ ધરાવતા આ બેસનના પરોઠા

ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તત્વો જેવા કે ફાઇબર, લોહ અને વિટામીન-બી કોમ્પલેક્સ ધરાવતા આ બેસનના પરોઠામાં તેલનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અહીં એક વાતની ધ્યાન રાખશો કે પરોઠા તૈયાર થતાની સાથે ફૂલેલા અને નરમ હોય ત્યારે જ પીરસવા, નહીં તો તે ઠંડા થતા જ સૂકા થઇ જશે. આ પરોઠા ફેટલેસ માઁ કી દાળ અથવા રાજમા શાગવાલા કે પછી સાદા લો ફેટ દહીં સાથે પણ પીરસી શકાય છે.

સામગ્રી

કણિક માટે


૧ કપ ઘઉંનો લોટ
૧ ૧/૨ ટીસ્પૂન લૉ-ફેટ દહીં
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે


૧/૨ કપ શેકેલો ચણાનો લોટ
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ

ઘઉંનો લોટ , વણવા માટે

વિધિ

કણિક માટે


1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી, નરમ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

1. તૈયાર કરેલા પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

2. તૈયાર કરેલી કણિકના ૫ સરખા ભાગ પાડી લો.

3. કણિકના દરેક ભાગને ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદ વડે વણી લો.

4. પછી તેની પર તૈયાર કરેલા પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો.

5. હવે તેને તેની એક કીનારીથી બીજી કીનારી સુધી સજ્જડ રીતે વાળી લો. હવે આ વાળેલા ભાગને ફરી તેની એક બાજુએથી બીજી બાજુ સુધી સ્વીસ રોલની જેમ વાળી લો. અને છેલ્લે રહેલા ભાગને નીચેની તરફ વાળી મધ્યમાં દબાવીને બંધ કરી લો.

6. હવે આ સ્વીસ રોલને ઉંધુ કરીને તેની બંધ કરેલી બાજુને ઉપરની તરફ મૂકીને થોડા ઘઉંના લોટની મદદથી હળવે હાથે ગોળાકારમાં વણી લો.

7. હવે તૈયાર થયેલા પરોઠાને નૉન-સ્ટીક તવા પર શેકી થોડી સેકંડ પછી તેને ઉથલાવીને બીજી બાજુને પણ થોડી સેકંડ શેકી લો.

8. આમ શેકાયેલા પરોઠાને ચીપીયા વડે પકડીને સીધા તાપ પર તેની બન્ને બાજુએ બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.

9. આ જ પ્રમાણે બીજા ૪ પરોઠા તૈયાર કરો.

10. તરત જ પીરસો.