ગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ
By: Jhanvi Gupta Sat, 28 July 2018 2:29 PM
27 જુલાઈની મધ્યરાત્રીએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. અગાઉ વાચકોને એ માહિતી તો આપી જ દીધી છે કે ચંદ્રગ્રહણ દરમિયાન કેવાં કામ ન કરવાં જોઈએ જ્યારે આજે તમને જણાવીશું કે ગ્રહણ સમયે કેવાં કામ કરવાથી ફાયદો થાય છે. શાસ્ત્રો અને માન્યતાઓ મુજબ આ ગ્રહણ દરમિયાન કેટલાંક એવાં કામ છે જે કરવાથી તમને બહુ લાભ થઈ શકે છે.
મંત્રનો જાપ:
મંત્ર જાપ અને ગુરુ મંત્ર લેવા માટે ગ્રહણ કાળને વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ સમયે ગુરુ મંત્ર લેવો બહુ ફાયદાકારક માનવામાં આવે છે.
યોગ ધ્યાન:
મેડિટેસન અને યોગ સાધના માટે ગ્રહણ કાળને અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ધ્યાન ધરવાના કાર્યને ઉત્તમ માનવામાં આવ્યું છે.
દાન કોને અને ક્યારે?
ગ્રહણ દરમિયાન આમ તો બહાર નીકળવાની મનાઈ હોય છે પરંતુ આ દરમિયાન ગુરુ, બ્રાહ્મણ અને પુરોહિતોને દાન-દક્ષિણા આપવાનું વિશેષ મહત્વ છે. ગ્રહણ બાદ જરૂરિયાતમંદોને દાન આપવામાં આવે છે.
શિક્ષણનો પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ સમય:
જો તમારા બાળકો માટે શિક્ષણ શરૂ કરવી માંગો છો તો ગ્રહણનો દિવસ અને સમય તમારા માટે શુભ રહેશે. અભ્યાસ સાથે જોડાયેલ નવા કામ શરૂ કરવા જેવા કે પુસ્તક લખવું, સંગીત, નૃત્ય, ચિત્રકળાનો આરંભ કરવા માટે ઉત્તમ સમય છે.
# હોળી સ્પેશિયલ- 5 હોળી ઉજવણી કરતી વખતે પાલન કરવા માટે વાસ્તુ ટિપ્સ
# સવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર
સ્નાન કરીને કરો શુદ્ઘી:
આ સમયે સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
વાણી પર સંયમ રાખો:
ગ્રહણ સમયે વાર્તાલાપમાં ખોટો સમય વ્યય ન કરવો જોઈએ. આ સમયે મૌન સાધવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વિષ્ણુ સહસ્રનામનો પાઠ:
ગ્રહણ સમયે પૂજા-પાઠ અને ભગવાનને સ્પર્શ કરવાની સખત મનાઈ છે. ધાર્મિક આસ્થા છે કે આ સમયે ભગવાનનો સ્પર્શ કરવાથી દોષ લાગે છે. ઘરના મંદિરથી અલગ સ્વચ્છ આસન પર બેસીને તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકો છો.