રેસીપી - આજે જ ઘરે બનાવો પોષણદાઇ જવનું સૂપ

જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે.

સામગ્રી

૨ ટેબલસ્પૂન જવ , ૨ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલા
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૪ કપ ઝીણાસમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ
૧/૪ કપ ઝીણાસમારેલા ગાજર
૨ ટેબલસ્પૂન મસૂરની દાળ , ધોઇને નીતારી લીધેલી
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

પદ્ધતિ

- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર, મસૂરની દાળ, જવ, મીઠું અને ૪ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ થી ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- હવે આ જવ-મસૂર દાળનું મિશ્રણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી તેમાં ટમેટા, લીલા
- કાંદાનો લીલો ભાગ, કોથમીર, થોડું મીઠું અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને એક ઉભરો આવ્યા પછી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Share this article