વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને રોગ પ્રતિરક્ષક શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
સામગ્રી
૩ કપ મોટા ટુકડા કરીને ઠંડી કરેલી સકરટેટી ૩ ટેબલસ્પૂન ઝીણા સમારીને ઠંડા કરેલા ફૂદીનાના પાન સજાવવા માટે ફુદીનાની ડાળખી પીરસવા માટે ૪ બરફના ટુકડા
વિધિ
* સકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી અને પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
* આ જ્યુસને ૪ ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની ડાળખી વડે સજાવી લો.
* તે પછી દરેક ગ્લાસમાં એક-એક બરફનો ટુકડો નાંખી તરત જ પીરસો.