Advertisement

  • રેસીપી - પૌષ્ટિકતા પૂર્ણ અને સ્વાદિષ્ટ બ્રોકલીની ટીક્કી

રેસીપી - પૌષ્ટિકતા પૂર્ણ અને સ્વાદિષ્ટ બ્રોકલીની ટીક્કી

By: Jhanvi Fri, 25 May 2018 12:47 PM

રેસીપી - પૌષ્ટિકતા પૂર્ણ અને સ્વાદિષ્ટ બ્રોકલીની ટીક્કી

આ ચીઝની કરકરી અને સ્વાદિષ્ટ બ્રોકલીની ટીક્કી જુવાન અને વયસ્કો એમ બન્નેને ગમે એવી છે. આ વાનગીમાં સામાન્ય રીતે મોઝરેલા ચીઝના ટુકડા ભરવામાં આવે છે, પણ અહીં બહું થોડી માત્રામાં લૉ-ફેટ પનીર અને બહું થોડી માત્રામાં ચીઝનું પૂરણ ભરવામાં આવ્યું છે, જે તેને પૌષ્ટિકતા પૂર્ણ બનાવે છે. જો તમને પૂરણની ૬ મોટી ટીક્કી તૈયાર ન કરવી હોય, તો તમે તેનાથી ૧૦ નાની ટીક્કી પણ તૈયાર કરી શકો છો.


સામગ્રી


ટીક્કી માટે
૧ કપ ઝીણી સમારેલી બ્રોકલી
૨ ટીસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ બાફીને છોલીને છૂંદેલા બટાટા
૧ ૧/૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૧/૪ કપ ખમણેલું પનીર
૨ ટેબલસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ

બીજી જરૂરી વસ્તુ
૧ ટીસ્પૂન તેલ , ચોડવા માટે અને રાંધવા માટે

પીરસવા માટે
ટમૅટો કેચપ

વિધિ

ટીક્કી માટે

1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

2. તે પછી તેમાં લસણ અને લીલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી સાંતળી લો.

3. તે પછી તેમાં બ્રોકલી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.

4. તેને તાપ પરથી નીચે ઉતારી એક બાઉલમાં કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.

5. જ્યારે તે ઠંડું થાય, ત્યારે તેમાં બટાટા અને કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

6. આમ તૈયાર થયેલા મિશ્રણના ૬ સરખા ભાગ પાડો.

7. દરેક ભાગનો પાતળો ગોળાકાર બનાવી તેની મધ્યમાં મિશ્રણનો એક ભાગ મૂકો.

8. તે પછી તેની દરેક બાજુઓ મધ્યમાં વાળી ઉપરથી બંધ કરી, હલકા હાથે દબાવી પાતળી ગોળ ટીક્કી તૈયાર કરી લો.

9. હવે એક તેલ ચોપડેલા નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર બધી ટીક્કી ગોઠવીને ૧ ટીસ્પૂન તેલ વડે ટીક્કી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

10. ટમૅટો કેચપ સાથે ગરમ ગરમ પીરસો.