Advertisement

  • રેસીપી- ગાજર મેથીની સબ્જી ની રેસીપી

રેસીપી- ગાજર મેથીની સબ્જી ની રેસીપી

By: Jhanvi Thu, 03 May 2018 11:55 AM

રેસીપી- ગાજર મેથીની સબ્જી ની રેસીપી

આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે.

મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને સી રહેલા છે, જે રોગનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂત કરવાની શક્તિ ધરાવે છે અને તેનો ઉપયોગ તમને મજબૂત બનાવે છે.

જ્યારે આ સબ્જી ફુલકા અને દહીં સાથે ગરમા ગરમ પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ માણવા જેવો બને છે.

સામગ્રી

૨ કપ સમારેલા ગાજર
૨ કપ સમારેલી મેથીની ભાજી
૧/૨ ટીસ્પૂન જીરૂ
૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૩ to ૪ ઝીણા સમારેલા લીલા મરચાં
૧ મોટી કળી લસણની , ઝીણી સમારેલી
૧૨ મિલીમીટર (૧/૨”) ઝીણું સમારેલું આદુ
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન ધાણા પાવડર
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પદ્ધતિ

એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.

છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો.

કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.

ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.