Advertisement

  • રેસીપી - બધા લોકોને ગમી જાય એવા દાલ વડા

રેસીપી - બધા લોકોને ગમી જાય એવા દાલ વડા

By: Jhanvi Thu, 26 Apr 2018 4:33 PM

રેસીપી - બધા લોકોને ગમી જાય એવા દાલ વડા

આ દાલ વડા એવા મનગમતા અને કરકરા બને છે કે તમને પહેલી નજરે જ ગમી જાય. પલાળેલી દાળમાં કાંદા, આદૂની પેસ્ટ અને પારંપારિક મસાલાની સુગંધ વડાને વધુ ખુશ્બુદાર બનાવી. એક અનોખો સ્વાદ અને મનપસંદ સુવાસ બક્ષે છે. જેથી તે બધા લોકોને ગમી જાય એવા બને છે.

અહીં ખાસ એક વાતની ધ્યાન રાખવી કે વડાને તળતી વખતે મધ્યમ તાપ પર જ તળવા, નહીંતર તે તરત જ બહારથી બ્રાઉન બની જશે પણ અંદરથી કાચા રહી જશે.

સામગ્રી

૧ કપ ચણાની દાળ
૧/૨ કપ સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન સમારેલા કડી પત્તા
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે

લીલી ચટણી

પદ્ધતિ

# ચણાની દાળને સાફ કરી, ધોઇને એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.

# હવે આ પલાળેલી દાળનો ૧/૪ ભાગ એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.

# દાળના બાકી રહેલા ભાગને પાણી મેળવ્યા વગર મિક્સરમાં ફેરવી કરકરૂ મિશ્રણ તૈયાર કરો.

# આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી સામગ્રી સાથે અલગ કાઢેલી દાળને પણ મેળવી, સારી રીતે મિક્સ કરી લો.

# આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળાકર બનાવીને દબાવી ચપટા વડા તૈયાર કરી લો.

# એક એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા વડા નાંખી, મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળીને ટીશ્યુ પેપર પર કાઢીને સૂકા કરી લો.

# લીલી ચટણી સાથે તરત જ પીરસો.