Advertisement

  • રેસીપી- ચાઇનીઝવાનગીઓમાં એક મહત્વની વાનગી ક્રીસ્પી રાઇસ

રેસીપી- ચાઇનીઝવાનગીઓમાં એક મહત્વની વાનગી ક્રીસ્પી રાઇસ

By: Jhanvi Thu, 03 May 2018 11:14 AM

રેસીપી- ચાઇનીઝવાનગીઓમાં એક મહત્વની વાનગી ક્રીસ્પી રાઇસ

ક્રીસ્પી નુડલ્સની જેમ ક્રીસ્પી રાઇસ પણ ચાઇનીઝવાનગીઓમાં એક મહત્વની સામગ્રી છે. તેનો ઉપયોગ મીઠાઇ, સ્વાદિષ્ટ નાસ્તા અથવા સૂપમાં સજાવટ તરીકે કરી શકાય છે.

અહીં અમે તે ઘરે કેમ તૈયાર કરવા અને કેમ તેનો સંગ્રહ કરવો અને જ્યારે જરૂર પડે ત્યારે તમારી મનપસંદ વાનગી બનાવવામાં ઉપયોગ કરવાની રીત રજૂ કરી છે. આ ક્રીસ્પી રાઇસ બનાવવા માટે ૯૦% રાંધેલા ભાત એવી રીતે તળી લેવા કે તે ક્રીસ્પી બને. ૯૦% નો અર્થ અહીં બહુ મહત્વનો ભાગ ગણાય, કારણ કે ભાત જો નરમ બની જશે તો તે જલદી સૂકા નહીં થાય અને તેથી તેને ડીપફ્રાય કરવા અતિમુશ્કેલ બનશે.

અહીં યાદ રાખશો કે ક્રીસ્પી રાઇસનો સંગ્રહ કરવો હોય તો તે સંપૂર્ણ ઠંડા થયા પછી જ પૅક કરવા, નહીંતર તેની વરાળથી તે ભીના થઇને લોંદા જેવા થઇ જશે.

સામગ્રી

૧/૨ કપ બાસમતી ચોખા , ધોઇને નીતારી લીધેલા

મીઠું, સ્વાદાનુસાર

તેલ , તળવા માટે


પદ્ધતિ

એક નૉન-સ્ટીક પૅનમાં જરૂરી પાણી ઉકાળી તેમાં ચોખા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૬ થી ૮ મિનિટ સુધી રાંધી લો.

તે પછી તેને બરોબર નીતારી ભાતને મલમલના કપડા પર પાથરી ૩૦ મિનિટ સુધી સૂકા થવા બાજુ પર રાખો.

એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં સૂકા ભાતનો અડધો ભાગ મેળવીને મધ્યમ તાપ પર ભાત ક્રીસ્પી બની દરેક બાજુએથી હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળીને ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.

ક્રમાંક ૩ પ્રમાણે બાકી રહેલા ભાત પણ તળી લો.

ભાત સંપૂર્ણ ઠંડા કરો અને પછી પીરસો અથવા તેને હવાબંધ પાત્રમાં ભરી રાખો અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.