Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સૂરણનું રાઈતું, ફરાળી વાનગી

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સૂરણનું રાઈતું, ફરાળી વાનગી

By: Jhanvi Fri, 23 Mar 2018 10:22 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સૂરણનું રાઈતું, ફરાળી વાનગી

કાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.

ઘટકો

૧ કપ છોલી , બાફીને મસળી લીધેલું સૂરણ
૧ કપ તાજું દહીં
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટીસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન કાળા મરીનો પાવડર
૨ ટીસ્પૂન સમારેલી કોથમીર

કાર્યવાહી

* એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.

* તેને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક માટે રાખો.

* ઠંડું પીરસો.