Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- કેરીનું રાઈતું

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- કેરીનું રાઈતું

By: Jhanvi Fri, 23 Mar 2018 10:25 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- કેરીનું રાઈતું

આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ કેરીનું રાઈતું જ્યારે કેરીની ઋતુ ચાલતી હોય ત્યારે જરૂરથી બનાવવો. કેરીની મીઠાશ અને મલાઇદાર તાજા દહીંના સ્વાદ સાથે એલચીનો મજેદાર સ્વાદ આ રાઇતાને અદભૂત સ્વાદિષ્ટ બનાવે છે.

અહીં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે દહીં ખાટું ન હોય, નહીં તો રાઇતાનો સ્વાદ બગડી જશે. બીજી વાત એ કે કેરી પાકી અને મીઠી હોવી જરૂરી છે. તો આ સ્વાદિષ્ટ ઠંડા રાઇતાને પૂરી અથવા રોટી સાથે પીરસી કેરીની ઋતુમાં તેની મજા માણો.

ઘટકો

૧ ૧/૨ કપ પાકી કેરીના ટુકડા
૧ ૧/૨ કપ તાજું દહીં
૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર

કાર્યવાહી

* એક ઊંડા બાઉલમાં દહીં, પીસેલી સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો.

* તે પછી તેમાં પાકી કેરી મેળવી સારી રીતે મિક્સ કરીને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ રાખી મૂકો.

* ઠંડું પીરસો.