Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-પીયૂષ, ફરાળી વાનગી

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-પીયૂષ, ફરાળી વાનગી

By: Jhanvi Fri, 23 Mar 2018 10:22 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-પીયૂષ, ફરાળી વાનગી

પીયૂષ સ્વાદમાં મધુર છે એ વાતમાં કોઇ બે મત નથી, આવું આ પીણું ખાસ તો ગરમીના દીવસોમાં જ્યારે તમે ઉપવાસ પર હો ત્યારે વધુ મધુર લાગે છે. ફરાળી વાનગીઓ સાથે આ પીણું તમને સારો એવો સમય તૃપ્ત રાખશે, કારણકે તેમાં લહેજતદાર વસ્તુઓ જેવી કે શ્રીખંડ અને તાજી છાસનું સંયોજન છે.

વિવિધ મસાલા જેવા કે કેસર આ પીણાને વધુ રંગદાર અને સુગંધીદાર બનાવે છે. અહીં અમે પીયૂષને પીસ્તા વડે સજાવીને વધુ રંગીન બનાવ્યું છે. તમે પણ તેમાં બીજા સૂકા મેવા ઉમેરી શકો છો.

ઘટકો

૨ કપ કેસરની ખુશ્બુવાળું શ્રીખંડ
૩ કપ તાજી છાસ
૨ ટેબલસ્પૂન સાકર
એક ચપટીભર એલચી પાવડર
એક ચપટીભર જાયફળ પાવડર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન પીસ્તાની કાતરી
થોડા કેસરના રેસા

કાર્યવાહી

* એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને તેને સારી રીતે વલોવી લીધા પછી રેફ્રીજરેટરમાં લગભગ ૨ કલાક ઠંડું થવા મૂકો.

* તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી પીસ્તા અને કેસર વડે સજાવીને ઠંડું પીરસો.