Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સાબુદાણાની ખીચડી, ફરાળી વાનગી

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સાબુદાણાની ખીચડી, ફરાળી વાનગી

By: Jhanvi Fri, 23 Mar 2018 10:22 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સાબુદાણાની ખીચડી, ફરાળી વાનગી

ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી ગણાય છે. છતાં પણ કુટુંબમાં જે લોકો ઉપવાસ નથી કરતાં તે લોકો જ પ્રથમ આ ખાચડીને સમાપ્ત કરી નાખશે, એવી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે આ ખીચડી. સાબુદાણાની ચવળ બનાવટ અને સ્ટાર્ચી સ્વાદ, હલ્કો ભૂક્કો કરેલી મગફળીનો સ્વાદ સાથે સરસ સંયોજન બનાવે છે. અને લીંબુનો રસ મેળવવાથી તેના સ્વાદમાં સમતુલા જળવાઇ રહેવાથી આ ખીચડી લોકોને ગમી જાય એવી બને છે.

ઘટકો

૧ કપ સાબુદાણા , ધોઇને નીતારી લીધેલા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૩/૪ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા
મીઠું અથવા સિંધવ સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૫ to ૬ કડીપત્તા
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૨ ટીસ્પૂન સાકર

કાર્યવાહી

* એક ઊંડા બાઉલમાં સાબુદાણા સાથે ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક બાજુ પર રાખો.

* એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.

* જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.

* ગરમ-ગરમ પીરસો.