Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સાબુદાણા વડા, ફરાળી વાનગી

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સાબુદાણા વડા, ફરાળી વાનગી

By: Jhanvi Fri, 23 Mar 2018 10:24 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018-સાબુદાણા વડા, ફરાળી વાનગી

આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.

સાબુદાણાની ખીચડી પણ અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને ઉપવાસ જરૂર અજમાવા જેવી છે.

ઘટકો

૧/૨ કપ સાબુદાણા
૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા
૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ , મરજિયાત
સાકર , મરજિયાત
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે


લીલી ચટણી
તાજા દહીંમાં ૩ ટેબલસ્પૂન પીસેલી સાકર મેળવેલી

કાર્યવાહી

* સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.

* તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.

* આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.

* એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો.

* લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.