Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- ફરાળી ઢોસા

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- ફરાળી ઢોસા

By: Jhanvi Fri, 23 Mar 2018 10:10 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- ફરાળી ઢોસા

ઘટકો

૧/૨ કપ સામો
૧/૨ કપ રાજગીરાનો લોટ
૧/૨ કપ ખાટ્ટી છાસ
૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ. રાંધવા માટે

પીરસવા માટે
મગફળી-દહીંની ચટણી

કાર્યવાહી

* સામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.

* તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

* આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.

* એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)ના ગોળ ઢોસા તૈયાર કરો.

* ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.

* રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૭ ઢોસા તૈયાર કરો.

* મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.