Advertisement

  • રેસીપી - આજે જ ટ્રાય કરો પૌષ્ટિક શાકભાજી સલાડ, લો સોલ્ટ અને હાઇ ફાઇબર સલાડ

રેસીપી - આજે જ ટ્રાય કરો પૌષ્ટિક શાકભાજી સલાડ, લો સોલ્ટ અને હાઇ ફાઇબર સલાડ

By: Jhanvi Mon, 21 May 2018 11:48 AM

રેસીપી - આજે જ ટ્રાય કરો પૌષ્ટિક શાકભાજી સલાડ, લો સોલ્ટ અને હાઇ ફાઇબર સલાડ

સલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ. વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ રંગીન સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છે, તે ઉપરાંત તેમા મેળવેલા વિવિધ શાક સલાડની પૌષ્ટિક્તામાં ઉમેરો કરે છે. આવા આ પૌષ્ટિક સલાડના બાઉલમાં ઉપરથી થોડા સૂર્યમૂખીના બીજનો છંટકાવ તમારા રક્તદાબને અંકુશમાં રાખશે. થોડા મીઠા અને વધુ ફાઇબરવાળા આ સલાડની ગણત્રી પૌષ્ટિક નાસ્તામાં કરી શકાય, જેને તમે બે જમણની વચ્ચેના સમયમાં અથવા સાંજના નાસ્તામાં પણ માણી શકો છો.

સામગ્રી

૧/૪ કપ પાતળી લાંબી સમારેલી કોબી
૧/૪ કપ પાતળી લાંબી સમારેલી લાલ કોબી
૧/૪ કપ સમારેલા ટમેટા
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા ગાજર
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલી કાકડી
૧/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા લાલ સિમલા મરચાં
૧/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા પીળા સિમલા મરચાં
૧/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા લીલા સિમલા મરચાં
૨ ટીસ્પૂન મીઠા વગરના સૂર્યમૂખીના બીજ

મિક્સ કરીને ડ્રેસિંગ બનાવવા માટે

૧ કપ ખમણેલા સફરજન
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કિસમિસ (ફરજિયાત નથી)
૧/૮ ટીસ્પૂન મીઠું
૧ ટીસ્પૂન સેન્દ્રિય મધ

વિધિ

1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

2. તરત જ પીરસો.