Advertisement

  • રેસીપી - પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ઓટસ્ અને કિસમિસની કુકિઝ

રેસીપી - પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ઓટસ્ અને કિસમિસની કુકિઝ

By: Jhanvi Wed, 09 May 2018 11:08 AM

રેસીપી - પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ઓટસ્ અને કિસમિસની કુકિઝ

ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે તંદુરસ્તી માટે કુકિઝનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું અને એક સમયે બે થી વધુ કુકીઝ ન ખાવા.

સામગ્રી

૩/૪ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૩/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ બ્રાઉન શુગર
૧/૪ કપ સમારેલી કિસમિસ
૧ ટેબલસ્પૂન લો ફૅટ માખણ
૨ ટેબલસ્પૂન લો ફૅટ દૂધ

વિધિ

* એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ એકબંધ થાય તે રીતે હળવેથી મિક્સ કરી લો.

* હવે બેકિંગ ટ્રે પર એક એલ્યુમિનીયમની ફોઈલ પાથરી લો.

* તૈયાર કરેલા મિશ્રણના ૯ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકાર બનાવી પાતળી કુકિઝ તૈયાર કરો.

* આમ તૈયાર કરેલી કુકિઝને બેકિંગ ટ્રે પર લાઈનમાં ગોઠવી, આગળથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦° સે. (૩૬૦° ફે. ) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો. વચ્ચે એક વખત ૨૦ મિનિટ પછી કુકિઝને ઉથલાવી લેશો.

* ઠંડી પાડયા પછી હવાબંધ બરણીમાં ભરી રાખો.