Advertisement

  • રેસીપી : આલુ કસૂરી મેથીના ગોટા

રેસીપી : આલુ કસૂરી મેથીના ગોટા

By: Jhanvi Mon, 26 Mar 2018 10:14 PM

રેસીપી : આલુ કસૂરી મેથીના ગોટા

સામગ્રી

1 વાટકી ચણાનો લોટ
1/2 વાટકી કણકી કોરમાનો કરકરો લોટ
1/2 વાટકી કસૂરી મેથી (સૂકવેલી મેથીના પાન)
1/2 વાટકી દહીં
100 ગ્રામ બટાકા
2 લીલાં મરચાં, 4 કળી લસણ
1/2 ઝૂડી લીલા ધાણા
1 ચમચી તલ
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી ખાંડ
મીઠું, મરચું, હળદર, તેલ

રીત

* બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો.

* તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ (ઢોકળાનો લોટ) , કસૂરી મેથી, દહીં, મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તલ, લીલાં મરચાંના બારીક કટકા, વાટેલું લસણ, લીલા ધાણા અને તેલનું મોણ નાંખી, ખીરું તૈયાર કરો.

* તેલને ગરમ કરી, એક ચમચો ખીરામાં નાંખી, હલાવી તેલમાં ગોટા તળી લેવા.

* લીલી ચટણી સાથે સર્વ કરવા.