Advertisement

  • રેસિપિ-સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ કેળા અને ઓટસ્ નું સ્મૂધી

રેસિપિ-સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ કેળા અને ઓટસ્ નું સ્મૂધી

By: Jhanvi Tue, 27 Mar 2018 3:41 PM

રેસિપિ-સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ કેળા અને ઓટસ્ નું સ્મૂધી

કેળા અને ઓટસ્ નું સ્મૂધીનું નામ વાંચતા જ તમને સમજ પડી જશે કે આ પીણું સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ પસંદગી છે. કેળા, ઑટસ્, અળસી, દહીં અને મધ (સાકરની બદલીમાં) નો ઉપયોગ આ પીણાંની પૌષ્ટિક્તામાં અદભૂત વધારો કરે છે.

સામગ્રી

૧ કપ ઠંડા અને સમારેલા કેળા
૧/૨ કપ ઑટસ્
૧ કપ તાજું ઠંડું દહીં
૨ ટેબલસ્પૂન મધ
૨ ટેબલસ્પૂન અળસી
૧/૨ કપ બરફના ટુકડા


વિધિ

* એક મિક્સરના જારમાં દહીં, મધ, કેળા, ઑટસ્, અળસી અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.

* આ મિશ્રણને ૨ ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.

* તરત જ પીરસો.