Advertisement

  • સાંજના નાસ્તાની ડીશ પાલકના મસાલદાર ડમ્પલીંગ - Spicy Spinach Dumplings

સાંજના નાસ્તાની ડીશ પાલકના મસાલદાર ડમ્પલીંગ - Spicy Spinach Dumplings

By: Jhanvi Mon, 26 Mar 2018 2:54 PM

સાંજના નાસ્તાની ડીશ પાલકના મસાલદાર ડમ્પલીંગ - Spicy Spinach Dumplings

પાલકના મસાલદાર ડમ્પલીંગ ! ચળકતા લીલા રંગના પૌષ્ટિક ડમ્પલીંગ નાસ્તા માટેની અતિ ઉત્તમ વાનગી છે. અમે અહીં તેને તળવાના બદલે બાફીને બનાવવાની રીત રજૂ કર્યા છે, જેથી તે લૉ-કૅલરીયુક્ત સાંજના નાસ્તાની ડીશ તરીકે માણી શકાય એવા બને છે.

તેમાં એક માત્રા માટે ફક્ત ૯૬ કૅલરી જ છે, જેથી તમે જ્યારે ૪ ડમ્પલીંગ લીલી ચટણી સાથે માણો તો તમને ૧૦૦ કૅલરી થી પણ ઓછી કૅલરી મળે છે. પાલક તો જરૂરી વિટામીનનો ખજાનો ગણાય છે કારણકે તેમાં ફોલીક એસિડ, વિટામીન-એ જેવા શરીરના વિકાસ સાથે ભરણપોષણ માટેના અને જીવન ટકાવવાની ક્ષમતા માટેના પોષક તત્વો રહેલા છે.

ઘટકો

૧ ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
૨ ટીસ્પૂન તાજું લૉ-ફેટ દહીં
એક ચપટીભર હીંગ
૧/૨ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી

કાર્યવાહી

* એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, પાણીનો ઉપયોગ કર્યા વગર તેને સારી રીતે મિક્સ કરી લો.

* આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગના ગોળ બોલ બનાવી લો.

* એક તેલ ચોપડેલી ગોળ થાળીમાં આ ડમ્પલીંગ ગોઠવી, થાળીને સ્ટીમરમાં મૂકી ૭ થી ૮ મિનિટ સુધી ડમ્પલીંગ બરોબર બફાઇને રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.

* તરત જ પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો.