Advertisement

  • રેસીપી - સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ

રેસીપી - સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ

By: Jhanvi Tue, 27 Mar 2018 3:42 PM

રેસીપી - સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ

બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.

સામગ્રી

૧/૨ કપ અર્ધ ઉકાળેલા ફણગાવેલા મગ
૧/૨ કપ અર્ધ ઉકાળેલા ફણગાવેલા મઠ
૧/૨ કપ સંતરાની ચીરીઓ , અર્ધા ટુકડા કરેલી
૧/૨ કપ લીલી દ્રાક્ષ , અર્ધા ટુકડા કરેલી
૧/૨ કપ ટમેટાના ટુકડા
૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
લીંબુનો રસ
૨ ટીસ્પૂન પીસેલી સાકર
મીઠું , સ્વાદાનુસાર

વિધિ

* એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી લો.

* બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી અને તરત જ પીરસો.