Advertisement

  • રેસીપી - વિટામીન અને પૌષ્ટિક્તાથી ભરપુર સ્ટ્રોબેરી દહીં (સ્વસ્થ હૃદય) રેસીપી

રેસીપી - વિટામીન અને પૌષ્ટિક્તાથી ભરપુર સ્ટ્રોબેરી દહીં (સ્વસ્થ હૃદય) રેસીપી

By: Jhanvi Sun, 20 May 2018 09:53 AM

રેસીપી - વિટામીન અને પૌષ્ટિક્તાથી ભરપુર સ્ટ્રોબેરી દહીં (સ્વસ્થ હૃદય) રેસીપી

સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે. અહીં આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે. અમારી સલાહ એ છે કે અહીં કુદરતી રીતે તૈયાર થયેલી અને પાકી સ્ટ્રોબરીનો ઉપયોગ કરવો, જેથી તેમાં ૧ સર્વિંગ માટે ૧ ચમચા જેટલી સાકરનો ઉપયોગ થશે.

સામગ્રી

૧ કપ લૉ-ફેટ ચક્કો દહીં
૧/૪ કપ મસળેલી સ્ટ્રોબરી
૪ ટીસ્પૂન પાવડર સાકર

સજાવવા માટે
૪ સ્ટ્રોબરીની સ્લાઇસ

વિધિ

1. એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

2. તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.

3. સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.