રેસીપી - પનીર ટામેટા અને લેટસ સલાડ ટૅંગી ડ્રેસિંગ રેસીપીમાં

એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થતા ચરબીના પ્રમાણને અંકુશમાં રાખવાની પણ શક્તિ રહેલી છે.

સામગ્રી

૨ કપ સલાડના પાન , ટુકડા કરેલા
૨ ટમેટા , ચાર ટુકડા કરેલા
૧ કપ બાફેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન સમારેલી સેલરિ (પાન વગર)
૧/૪ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૧/૨ કપ લૉ-ફેટ પનીરના ટુકડા / ટોફુના ટુકડા

મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે

૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટીસ્પૂન સમારેલી બેસિલ
૩ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૨ ટીસ્પૂન જેતૂનનો તેલ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

વિધિ

1. એક સલાડના બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને બાઉલને રેફ્રિજરેટરમાં ઠંડું થવા મૂકો.

2. પીરસવાના સમય પહેલા, તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

3. તરત જ પીરસો.
Share this article