રેસીપી - સાંજના નાસ્તાની વાનગી ગુજરાતી મીઠાઇ ગોળપાપડી

ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણા ઠેકાણે બને છે તે રીતે પણ બનાવી શકો છો.

સામગ્રી

૧ કપ ઘઉંનો લોટ
૧ ટીસ્પૂન ખસખસ
૫ ટેબલસ્પૂન ઘી
૩/૪ કપ ખમણેલો ગોળ
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
૧ ટીસ્પૂન શેકેલું ડેસિકેટેડ નાળિયેર

સજાવવા માટે
થોડી બદામની કાતરી
થોડી પીસ્તાની કાતરી

વિધિ
1. એક ની ગોળાકાર થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો.
2. એક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ મેળવી ધીમા તાપ પર ૧૫ થી ૧૭ મિનિટ સુધી અથવા લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
3. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ગોળ, એલચી પાવડર અને નાળિયેર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
4. જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યારે તેને ખસખસથી ચોપડેલી થાળીમાં નાંખીને, કટોરી અથવા તવેથા વડે દબાવીને સારી રીતે પાથરી લો.
5. આ મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના ચતુષ્કોણ આકારનાં ટુકડા બને તે રીતે કાપી ઉપર બદામ અને પીસ્તાની કાતરી પાથરીને સજાવી લો.
6. થોડા સમય પછી ટુકડા છુટા પાડી હવાબંધ બરણીમાં ભરી લો.


Share this article