રેસીપી- લો કૅલરી નાસ્તાની વાનગી ઑટસ્-મગદાળની ટીક્કી

ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુક્ત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે. જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે.

આ ઑટસ્-મગદાળની ટીક્કીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને ધીમા તાપ પર રાંધશો, તો તે અંદરથી પણ સારી રીતે રંધાશે. આ ટીક્કી જો બર્ગરમાં ભરશો તો તમને આહલાદ કરાવે એવા જમણનો આનંદ મળશે.

સામગ્રી

૧/૨ કપ પીળી મગની દાળ
૧/૨ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઑટસ્
૨ ટેબલસ્પૂન તાજું દહીં
૩ ટેબલસ્પૂન ખમણેલા કાંદા
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટીસ્પૂન ચાટ મસાલો
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે તથા રાંધવા માટે

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી

વિધિ

* મગની દાળને સાફ કરી, ધોઇને એક ઊંડા પૅનમાં ૧ કપ પાણી સાથે દાળ બરોબર રંધાઇને નરમ થઇ જાય અને સંપૂર્ણ પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો.

* હવે દાળને ગરણી વડે ગાળી મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરો.

* આ પેસ્ટને એક બાઉલમાં મૂકી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી લો.

* આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગની પાતળી ગોળકાર ટીક્કી તૈયાર કરી લો.

* હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન તેલ ચોપડી લો.

* તે પછી દરેક ટીક્કીને ૧/૮ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.

* પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Share this article