રેસીપી- પૌષ્ટિક જુવાર અને ટામેટાના ચીલા

પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે. પણ અહીં આ પૌષ્ટિક ચીલા જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે. જેથી તે પ્રોટીન અને વિટામિન એથી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.

સામગ્રી

૧/૪ કપ જુવારનો લોટ
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ મકાઇનો લોટ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે

કોથમીર અને લસણની ચટણી

વિધિ

1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
3. હવે તેમાં એક ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળાકાર બનાવો.
4. હવે તેને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
5. બાકીના ૩ ચીલા, આ જ પ્રમાણે બનાવો.
6. કોથમીર અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Share this article