રેસીપી - કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી વાનગી સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક

આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.

સામગ્રી

૪ આગલા દિવસની વધેલી રોટી , ટુકડા કરેલી
૨ કપ લૉ ફેટ છાસ , હાથવગી સલાહની મદદ લો
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન અડદની દાળ
૭ to ૮ કડી પત્તા
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન ખમણેલો ગોળ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

વિધિ

1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી રાઇ અને અડદનની દાળ ઉમેરો.

2. જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને રોટીના ટુકડા ઉમેરી ધીમા તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.

3. હવે તેમાં છાસ, હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ધીમા તાપ પર ઉકળવા દો.

4. કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસો.
Share this article